મોરબી : તાજેતરમાં દુબઈ ખાતે આયોજીત “કલસ્ટર ઓફ એચીવર” યુ.એ.ઈ. દુબઈ દ્વારા આયોજીત ૨૫ માં ઈન્ટરનેશનલ ઓવોર્ડ સન્માન સમારોહ દુબઈમાં આશરે ૧૯ જેટલા દેશોના પ્રતિનિધીઓની અને સમગ્ર ભારત દેશનના અલગ અલગ રાજયોના પ્રતિનિધીઓની હાજરી રહી હતી.
આ એવોર્ડ સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે યુ.એ.ઈ.ના સેક્રેટરી ઓફ ગર્વન્મેન્ટ દુબઈ ડો. બ્રુ અબ્દુલા ઉપસ્થિત રહેલ હતા.ગુજરાતની એક માત્ર કોલેજ આર્યતેજ ગૃપ ઓફ કોલેજીસ – મોરબીની પસંદગી “બેસ્ટ કોલેજ ફોર એકેડેમીક” એવોર્ડ માટે થયેલ હતી. આ એવોર્ડ સ્પોર્ટસ ગ્લોબલ આઈકોન ઓફ ધ વર્લ્ડ એવા ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝાના હસ્તે આપવામાં આવેલ છે. આ એવોર્ડ એ શિક્ષણની ગુણવતા અને સોસીયલ મિડીયા પર કોલેજનો પ્રભાવ પર આધારીત હતો. પ્રોફેસર ઓફ આર્યતેજ કોલેજના લીટરેચર આર્ટીકલ્સને ધ્યાનમાં રાખીને એનાયત કરવામાં આવેલ હતો.





