મોરબી : ગરીબ લાભાર્થીઓને અન્ન વિતરણ કરાયુ

મોરબી તાલુકા ના મકનસર તેમજ ઘુંટુ ગામે ગરીબ લાભાર્થી ઓ ને અન્ન વિતરણ કરાયુ તા 13/4/22 ને બુધવાર ના રોજ સવારે 8-00 વાગે સાસંદ મોહન કુડાંરીયાના હસ્તે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ની ઉપસ્થિતી મા ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે ગરીબ લાભાર્થી ને અન્ન વિતરણ નો કાર્યક્રમ મોરબી તાલુકા ના મકનસર તેમજ ઘુંટુ ગામે યોજાયો

ભારત સરકાર દ્વારા કોરોના મહામારી મા જ્યારે લોકો ને ધંધા રોજગારી મા મુશ્કેલી ઉભી થઇ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ ની જાહેરાત કરવામા આવેલ એ અન્વયે મોરબી તાલુકા મા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 15722 ટન ઘઉં અને 6651 ટન ચોખા મફત ફાળવવા મા આવેલ છે તેમજ યોગ્ય સમયે અન્ન યોજના લાગુ થવાથી ગરીબ લોકો ને ધણી રાહત રહી અને સરકાર દ્વારા આ યોજના વધુ 6 મહિના લંબાવવા મા આવેલ છે તો ગરીબ લાભાર્થી લોકો આ યોજના થી વંચિત ન રહે એવી માહીતી મોરબી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદ ભાઇ વાસદડીયા એ આપી હતી

આ કાર્યક્રમ મા તાલુકા પંચાયત પ્રમુખ કાનજી ચાવડા, તાલુકા પંચાયત સભ્ય રાજુ પરમાર, મકનસર સરપંચ અવચર, બંધુનગર સરપંચ શૈલેષ , ખરેડા ઉપસરપંચ વાસુ  ,યુવા મહામંત્રી નિમેષ વાહનેચીયા,ધનજી દંતાલીયા, નિકુંજ કોટક, ભોરણીયા મોરબી તાલુકા અનુ જાતિ પ્રમુખ ગોપાલ સોલંકી, મહામંત્રી જયંતિ ચૌહાણ, લાલજી સોલંકી , વિનોદ પરેચા, પીન્ટુ સોરીયા, મયુર સંદિપ ચૌહાણ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા