વેકેશન દરમ્યાન પણ ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા સરાહનીય સામાજિક સેવા
હાલ જયારે શાળાઓમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે મહિલા સ્વાસ્થ્ય અને સફાઈના મહત્વને ધ્યાનમાં રાખીને, મોરબીમાં કાર્યરત સામાજિક સંસ્થા ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત વેકેશન દરમ્યાન પણ સેવાકાર્ય જારી રાખવામાં આવ્યું છે. ગોકુલનગર વિસ્તારમાં રહેનારી છેવાડાની દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું, સાથે જ તેમની માતાઓને પણ માસિક ચક્ર દરમિયાન હાઈજિન જાળવવાની જરૂરિયાત અને સેનેટરી પેડ્સના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. મોરબીમાં પ્રોજેક્ટ મુસ્કાનની ટીમ દ્વારા ગોકુલનગર વિસ્તારની દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ વિતરણ કરેલ છે. દીકરીઓની સાથે સાથે તેમની માતાઓને પણ ગંદા કપડાથી થતા નુકસાન અને સેનેટરી પેડ્સ ના ફાયદા સમજાવવાંમાં આવેલ.
પ્રોજેક્ટ મુસ્કાનના ફાવુંન્ડર શ્રીમતી રુપલબેન રાઠોડ જણાવે છે કે “સેનેટરી પેડ્સ દરેક દીકરી માટે આરોગ્ય અને સન્માનથી જીવવા માટે જરૂરી છે. માત્ર એક વખત વિતરણ કરીને ફરજ પુરી થતી નથી. અમારું લક્ષ્ય એ છે કે દીકરીઓ નિયમિતપણે પેડ્સનો ઉપયોગ કરે અને માસિક ધાર્મિક શરમ કે સંકોચ વગર સ્વચ્છતાપૂર્વક જીવી શકે. વેકેશનમાં જ્યારે શાળાઓ બંધ હોય છે, ત્યારે પણ આ સેવાકાર્ય ચાલુ રાખવું એ અમારું નૈતિક ફરજ માનીએ છીએ. સેનેટરી પેડ્સ દીકરીઓ માટે દર મહિને જરૂરીયાતની વસ્તુ છે. હાલ જયારે વેકેશન છે ત્યારે પણ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ પહોંચાડી અને દીકરીઓ તથા તેમની માતાઓ શરમ સંકોચ છોડી ને પેડ્સ ઉપયોગ કરતી થાય એજ અમારો ધ્યેય હોઈ છે.”





આ ઉત્સાહભર્યા સેવાકાર્યમાં મેંગોપીપલ પરીવારના શ્રી મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રુપલબેન રાઠોડ, શ્રી વિનોદભાઈ ગોધાણી, શ્રી કુણાલભાઈ મેવા, જયશ્રીબેન પડ્સુંબિયા અને નિમિષાબેન કુંડારિયા એ સુંદર જહેમત ઉઠાવેલ હતી અને તેમણે પોતાના સમય અને શ્રમથી સમાજમાં સ્વચ્છતા અને જાગૃતિ ફેલાવવાનો સુંદર ઉદાહરણ પૂરુ પાડ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ સંસ્થા છે. મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટીના બાળકોને નિઃશુલ્ક એજ્યુકેશન ની સાથે સાથે જ્ઞાન સાથે ગમ્મત અને શુદ્ધ પોષ્ટિક નાસ્તો પણ આપે છે.
ઉપરાંત મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા જામનગર, રાજકોટ, વાંકાનેર તથા મોરબીમાં છેલ્લા ૭ વર્ષથી છેવાડાની બહેનો દીકરીઓને દર મહિને નિઃશુલ્ક સેનેટરી પેડ તથા નિઃશુલ્ક અંડરગારમેન્ટ પણ પહોંચાડે છે. મેંગોપીપલ પરીવારનો સંપર્ક કરવા માટે અને આપનો અમૂલ્ય સહયોગ આપવા માટે મનીષ રાઠોડ અને રૂપલ રાઠોડ મોબાઈલ નંબર – ૯૨૭૬૦૦૭૭૮૬ પર સંપર્ક કરવા અનુરોધ છે.
વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઈટ ની મુલાકાત લેશો https://mangopeople.org ચાલો મળીને કોઈના સ્મિતનું કારણ બનીએ…દિકરીઓના જીવનમાં સ્વચ્છતા, આત્મવિશ્વાસ અને આત્મસન્માન લાવીએ
