મોરબી :  મંત્રી મેરજાના દીકરા ડૉ.પ્રશાંત મેરજાની ૧૪ મી પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની ભર યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતાં તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દ્વારા ગરીબ દર્દીઓ માટે નિદાન, સારવાર અને મફત દવા આપવાના માનવતાલક્ષી કેમ્પો પ્રસંગોપાત છેલ્લા ૧૪ વર્ષથી યોજવામાં આવતા હોય છે.

આગામી તા. ૧૭ એપ્રિલ ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ રોડ, વાવડી ચોકડી, અતુલ ઓટોની બાજુમાં, મોરબી ખાતે શિવરામદાસ બાપુ (મહંત કબીર આશ્રમ) દ્વારા આવા એક મેડિકલ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરીને ગરીબ દર્દીઓ માટે સવારે ૮.૩૦થી ૧૨.૦૦  વાગ્યા સુધી ખુલ્લો મુકાશે.

જેમાં જુદા – જુદા વિષયના નિષ્ણાંત ડૉક્ટરો જેમ કે (૧) ડૉ. ભાવિન ગામી (જનરલ ફિઝીશીયન તથા ફેફસાના રોગના નિષ્ણાંત) (૨) ડૉ. હિતેષ કણઝારિયા (જનરલ ફિઝીશીયન) (૩) ડૉ. શરદ રૈયાણી (બાળ રોગના નિષ્ણાંત) (૪) ડૉ. સુકાલીન મેરજા (ઓર્થોપેડિક સર્જન) (૫) ડૉ. ભૂમિ ભાડેશિયા (નાક, કાન અને ગળાના રોગના નિષ્ણાંત) (૬) ડૉ. ભાવેશ શેરશિયા (ચામડીના રોગના નિષ્ણાંત) (૭) ડૉ. કૃપા મેરજા (આંખના સર્જન) સેવાઓ આપશે.

આ મેડિકલ કેમ્પના આયોજકો ડૉ. ભાવિન ગામી અને સન્ની મેરજાએ ગરીબ દર્દીઓને બહોળો લાભ લેવા અનુરોધ કર્યો છે.