વાંકાનેરના સરતાનપર ગામ નજીક ટ્રક ટ્રેલર ચાલકે અજાણ્યા પુરુષને હડફેટે લેતા મોત

વાંકાનેરના રાતાવીરડા ગામના સવશી જાદવ કુણપરાએ ટ્રક ટ્રેલર RJ52-GB-0147 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 12 જૂનના રોજ ટ્રક ટ્રેલર ચાલકે સરતાનપર ગામ પાસે પાધર વાળી ખાણ નજીક વાહન પુરઝડપે ચલાવી નીકળતા અજાણ્યો પુરુષ આશરે 30 થી 35 વર્ષ વાળો ચાલીને જતો હતો જેને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું

અકસ્માત સર્જી ટ્રેલર લઈને ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.