જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અન્વયે ન્યુ ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોરબી ખાતે ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડીસ્ટ્રીકટ કો ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા યોગ એટલે દરેક મુશ્કેલીમાં પણ શાંતિથી ઉભા રહેવાનું શીખવાની વિદ્યા છે અને યોગ એ માત્ર કસરત નથી એ જીવન જીવવાની એક શૈલી છે તેમ જણાવેલ.
ત્યારબાદ IUCAW મોરબીના પોલિસ સબ ઇન્સ્પેકટર એસ વી સામાણી દ્વારા માણસની માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ઉર્જા વધારનારું બળ છે. તેવો સંદેશો આપ્યો હતો. અંતમાં ન્યુ ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સીપાલ અંકીતભાઈ અને યોગા કોચ દ્વારા વિધાર્થીનીઓને યોગા કરાવી અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.





