ઈચ્છુકોએ ૨૯ જુલાઈ સુધીમાં www.navodaya.gov.in અથવા https://cbseitms.rcil.gov.in/nvs પર ઓનલાઈન અરજી કરવી
ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબીમાં ધોરણ ૬ (શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭) માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો www.navodaya.gov.in તેમજ https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઇટ પરથી તા.૨૯/૦૭/૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.





ધોરણ-૬ ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિધાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-૫ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા. ૧૩/૧૨/૨૦૨૫ (શનિવાર)ના રોજ લેવામાં આવશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્ય આર.કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.
