મોરબી : 69 વર્ષના વૃદ્ધાને પેરાલીસીસનો હુમલો આવતા આયુષ હોસ્પિટલમાં સફળ સારવાર

69 વર્ષના માજીના બ્રેઈન સ્ટ્રોક (પેરાલીસીસ ના હુમલા ) જેવા અતિ ગંભીર રોગ ની સફળતા પૂર્વક સારવાર કરતા આયુષ હૉસ્પિટલમાં ડૉ.સત્યજિતસિંહ જાડેજા.

14 જૂન 2025, ના રોજ એક 69 વર્ષના માજી બેભાન અવશસ્થા આયુષ હોસ્પિટલ, મોરબી ખાતે ઇમરજન્સી વિભાગમાં આવ્યા,જ્યાં ડૉ.સત્યજિતસિંહજાડેજા દ્વારા ઉંડાણમાં તપાસ કરતા જણાયું કે માજી નો પેરાલીસીસ નો હુમલો આવેલો છે કે જેના લીધે બેભાન થવુ, બોલી ન શકવુ, જમણી બાજુ નું આખુ અંગ ખોટુ પડી જવુ, જમણી બાજુનો હાથ અને પગ સંપૂર્ણ રીતે ખોટા પડી જવા, આવી બધી તકલીફો હતી. માજી ની સારવાર સફળતાપુર્વક ડોક્ટર દ્વારા કરવામાં આવતા માજી હવે ભાન મા આવી ગયા સંપૂર્ણપણે બોલવા માટેનો અવાજ પાછો આવી ગયો અને માજી હવે એમનો જમણો હાથ પણ ઊંચો કરી શકે છે. સાથે માત્ર 10 દિવસ પછી ના ફોલો અપ માં આટલી સારી રીકવરી જોતા માજી અને એમના સગાઓ દ્વારાં હોસ્પિટલ અને ડોક્ટર સાહેબ નો ખૂબ આભાર માનવમાં આવ્યો છે.