લાયન્સ ક્લબ મોરબી સિટી તેમજ ક્રિષ્ના ચેરિટેબલ&એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હરિયાળું મોરબી, હરિયાળું ગુજરાત પ્રોજેકટ સંપન થયો.
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબીદ્વારા હરિયાળું મોરબી હરિયાળું ગુજરાત અંતર્ગત વિનામૂલ્યે ફળાવ તેમજ છાંયડો આપતા વૃક્ષના ૧૫૦૦ જેટલા રોપા વિતરણ કરવામાં આવ્યા





આ પ્રોજેકટ ને લાયન્સ ક્લબ મોરબી સિટીવના વર્ષ ૨૦૨૫/૨૬ નવા વરાયેલાં પ્રમુખ હરખજીભાઈ સુવારીયા ના વરદહસ્તે ખુલો મૂકવામાં આવ્યો આ તકેલાયન્સ ઇન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ)ના પાસ્ટ ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર અને ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ રૂપાલાએ જણાવેલ કે મોરબી શહેરના પર્યાવરણ પ્રેમી જનતાએ વધુ વૃક્ષો વાવી વાતાવરણમાં વધુ ઓક્સિજન , ઉનાળામાં પશુ પક્ષીઓને શીતળ છાંયડો મળે અને જળ એક જીવન સુત્રને સાર્થક કરવા પર્યાવરણ પ્રેમી લોકોએ દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને પર્યાવરણ પ્રત્યે ખુબજ પ્રેમ દર્શાવ્યો
આ પ્રોજેકટ ને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પૂર્વ પ્રમુખ અને ઝોન ૫ ના ઝોન ચેરમેન કેશુભાઈ દેત્રોજ ખાસ ઉપસ્થિત રહેલ આ પ્રોજેકટ માં પ્રમુખ હરખજીભાઈ સુવારીયા ખજાનચી ચંદુભાઈ કુંડારીયા તેમજ લા ભીખાભાઈ લોરીયા લા. મણીલાલ કાવર,લા.અમરશીભાઇ અમૃતિયા, લા.અમૃતલા શૂરાણી,
લા. એ. પી.કાલરીયા, પર્યાવરણ પ્રેમી લા. મહાદેવભાઈ ઊંટવાડીયાલા, મહાદેવભાઈ ચોખલિયા, પ્રાણજીવન રંગપડીયા લા.રશ્મિકા રૂપાલા લીઓ વાસુ રૂપાલા ની જહેમત કામલાગી .
આ વિનામૂલ્યે રોપા વિતરણ પ્રોજેકટને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ના ગવર્નર અભયભાઈ શાહ તરફથી શુભેરછા માર્ગદર્શન અને પ્રેરણા મળેલ તેમ ક્લબના સેક્રેટરી અને ઝોન ચેરમેન લા. કેશુભાઈ દેત્રોજા ની યાદી માં જણાવવામાં આવે છે
