ફેફસાના જીવલેણ રોગના લીધે વેન્ટિલેટર પર મૂકી માત્ર 3 દિવસમાં સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલ ડૉ. સત્યજીતસિંહ જાડેજા
29 જૂન ,2025 રવિવારના રોજ એક 51 વર્ષના દર્દી રાજકોટ થી મોરબી પ્રસંગોપાત આવેલા એ દરમ્યાન દર્દી ને અર્ધ બેભાન હાલતમાં શ્વાસ જ ન લઈ શકવાની તકલીફ સાથે આયુષ હોસ્પિટલ ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા ત્યાં ડૉ સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 50% જ હતું અને એમને એક્યુટ રેસ્પયરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ [ARDS] નામનો ફેફસા નો અતિ ગંભીર અને જીવલેણ રોગ લાગુ પડેલો છે.





જાડેજા સાહેબ દ્વારા દર્દીને તાત્કાલીક વેન્ટિલેટર મશીન પર મૂકવામાં આવ્યા અને સચોટ નિદાન – સારવાર કરવામાં આવી એટલે માત્ર 3 દિવસમાં દર્દીને નવજીવન મળ્યું , આજે 2 જુલાઈ,2025 ના રોજ દર્દી ને હોસ્પિટલ માંથી રજા મળતા , દર્દી એ મને નવજીવન આપ્યું છે એમ કહી ખૂબ ભાવુક થઈને ડૉ સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલ નો ખરા હૃદય થી આભાર માન્યો.
