મોરબી : રાજનગર યુવા ગ્રુપ દ્વારા 1700 રોપાનું નિ:શુલ્ક વિતરણ કરાયું

પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા તારીખ – ૬ જુલાઈ ને રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.

જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રોપા વિતરણમાં રાજનગર યુવા ગ્રુપના લોકોએ ભારે રહેમત ઉઠાવી હતી. આ સાથે ટીમ દ્વારા આ રોપણી યોગ્ય માવજત થાય તે અંગે લોકોને અપીલ કરી હતી.