મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી ૧૯ જુલાઈ ના રોજ યોજાશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૧0:3૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા અને જિલ્લાના પદાધિકારીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરવામાં આવશે. ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.