મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સેવાકાર્ય માટે ખડેપગે રહેતા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપે સામાજિક જવાબદારી નિભાવવાની પરંપરા પણ જાળવી રાખી છે. ત્યારે આગામી 20 જાન્યુઆરીના રોજ ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 20/01/2026ને મંગળવારના રોજ ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની તથા ઘરની આર્થિક પરિસ્થિત નબળી હોય તેવી 51 દિકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ દાતા પોતાનું યોગદાન આપવા માંગતા હોય તેમણે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ પ્રમુખ હેતલબેન પટેલ મો.99048 55551 અથવા 95860 52226 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.





અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વખત સમૂહલગ્નનું આયોજન કરી ચુક્યું છે. અને 37 દિકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. ત્યારે આ વખતે 51 દિકરીઓના પણ એક પરિવારની જેમ જ લગ્ન કરાવી આપવામાં આવશે. આ સમૂહલગ્નના ફોર્મ દર રવિવારના સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની ઓફિસ, કન્યા છાત્રાલય રોડ, સુપર માર્કેટના બીજા માળે ભરી આપવામાં આવશે. જેથી વહેલી તકે દિકરીઓએ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
