મોરબી ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં અસંગઠિત શ્રમિક સંમેલન યોજાશે

મોરબીઃ જિલ્લા વહિવટી તંત્ર અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા તારીખ ૧૭મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ  મોરબી ટાઉન હોલ ખાતે અસંગઠિત શ્રમિક સંમેલન યોજાનાર છે. તારીખ ૧૭મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ સાંજે ૪.૦૦ કલાકે યોજાનાર આ અસંગઠિત શ્રમિક સંમેલનમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

આ સંમેલનમાં આપણું રાજયની ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ, ઔદ્યોગિક વિકાસમાં પ્રગિત અને ઉદ્યોગોની પ્રગતિની સાથે સાથે શ્રમિકોની સલામતિ અંગેની જાણકારી તેમજ અસંગઠિત શ્રમિકો માટેનીશ્રમિક અન્ન્પુર્ણા યોજના, શિક્ષણ સહાય,પ્રસુતિ સહાય યોજના, વ્યવસાયિકરોગોમાં સહાય, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, શ્રમિક પરિવહન જેવી રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી આપવામાં આવતી સવલતો બાબતે માહિતગાર કરવામાં આવશે.

        આ સંમેલનમાં મોરબી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિમટીના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, સદસ્ય શ્રીમતી મંજુલાબેન ઉપસ્થિત રહેશે.