જન્મદિવસની અનોખી ઉજવણી : સોલોગ્રેસ ગ્રુપના ફાઉન્ડરની પુત્રી જેનિના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી : માનવસેવાને પ્રાથમિકતા આપતા સોલોગ્રેસ ગ્રુપ (ગાળા) પરિવાર દ્વારા સંસ્થાના ફાઉન્ડર સતીષભાઈ બોપલિયાની પુત્રી જૈનિના જન્મદિવસ નિમિત્તે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતાની અનોખી સેવા આપી હતી. કેમ્પ દરમિયાન સમાજમાં સેવા, સહકાર અને માનવતા અંગે સકારાત્મક સંદેશ ફેલાયો હતો.

કાર્યક્રમ દરમિયાન સતીષભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે જન્મદિવસ જેવા પ્રસંગોને સેવા અને સમાજઉપયોગી કાર્યો સાથે જોડવામાં આવે તો સમાજમાં પ્રેરણાદાયી વાતાવરણ સર્જાય છે અને યુવાનોમાં સેવાભાવ વધે છે.

બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે સોલોગ્રેસ પરિવારના સોલોરેક્ષ, સોલોગ્રેસ, એન્ટોનોવા અને સોલોસ્ટોનના સભ્યો તેમજ સહયોગી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અંતમાં સોલોગ્રેસ ગ્રુપના ડાયરેક્ટર યશવંતભાઈ ગામીએ તમામ રક્તદાતાઓ, સહયોગીઓ અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 


Leave a Comment