હળવદ : PHC ટીકર(રણ) દ્રારા જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત વાહકજન્યયરોગો અટકાયતી સઘન સર્વેલન્સ અને જનજાગૃતિ હાથ ધરવામાં આવી જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી કરી વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઈ.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ સાહેબ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. વિપુલ કારોલીયા સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર હળવદ ડો.ચિંતન દોશી સાહેબ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર (રણ) ના ઈનચાર્જ મેડિકલ ઓફિસર ડો. પરેશ પટેલ તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડો. પિયુષ રાવલ ના માર્ગદર્શન હેઠળ તેમજ PHC ટીકર(રણ) ના ઈનચાર્જ સુપરવાઈઝર સંકેત કાવર મહત્ત્વપુર્ણ પ્રયત્નો થકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર(રણ) હેઠળના ગામોમાં જૂલાઇ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સઘન સર્વે તથા વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.





આ દરમિયાન ઘરોમાં તેમજ ગામ માં જે–તે સ્થળોએ ભરાયેલ વરસાદી પાણી દૂર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતું. વાહકજન્ય રોગના નિરાકરણ માટે વહેલું નિદાન, સારવાર તથા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી હતી. ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્રારા જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ ને એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરાઈ છે.
તેમજ ફિલ્ડ કર્મચારી દ્રારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્રારા મેલેરીયા,ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ ના કેસ ની શોધખોળ કરી લોહીના નમૂના લેવા તથા મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ કરી પોરાનાસક કામગીરી, નકામા પાત્રોને ખાલી કરાવ્યા તથા પક્ષી કુંજ ને નિયમિત સાફ કરવા તથા ઘર ની અંદર તથા બહાર ના ભાગ માં ભરાયેલ પાણી માં ટેમિફોસ નાખી જૈવિક નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી.અને તળાવ માં ગપીફિશ મુકવામાં આવ્યા હતા તથા મચ્છરના પોરા અને ગપ્પી ફીશ નું પ્રદર્શન કરી લોકો તથા બાળકોમાં વાહકજન્ય રોગચાળા અટકાવવા માટે બહોળા પ્રમાણમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
