મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડવા વાહનોની જરૂર

નિયમોનુસાર વાહન ધરાવનારે ૦૮ ઓગસ્ટ સુધીમાં સમગ્ર શિક્ષાની કચેરી મોરબી/તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવો

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પુરી પાડવા માટે કોમર્શિયલ વાહન ધરાવતા વાહન ચાલકો/માલિકોએ ૦૮ ઓગસ્ટ સુધીમાં સમગ્ર શિક્ષાની કચેરી મોરબી અને દરેક તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવો જેથી બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડી શકાય.

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૫ ના બાળકોનું ઘરથી શાળા સુધીનું અંતર એક કિલોમીટરથી વધુ હોય અને ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓનું શાળાથી ઘરનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય એવા વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ લાવવા અને લઈ જવા માટે સમગ્ર શિક્ષા મોરબી દ્વારા ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ અને આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન મળી શક્યુ નથી.

વર્ષ ૨૦૨૫-૨૬ માં શિક્ષણ વિભાગના તેમજ  આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન (પીળી નંબર પ્લેટ વાળું), ફૂલ વીમો અને વાહનનું ફિટનેસ સર્ટિ ધરાવતા વાહન ચાલકો/માલિકોએ તા.૦૮/૦૮/૨૦૨૫ સુધી સવારના ૧૦.૩૦ થી ૦૬:૧૦ કલાક સુધી જિલ્લા પ્રોજેક્ટ કચેરી, હંટર ટ્રેનિંગ હોસ્ટેલ બિલ્ડિંગ, શક્તિ ચોક, મોરબીનો અને દરેક તાલુકાના બીઆરસી ભવન પર  રૂબરૂ તેમજ મોબાઈલ નં.૬૩૫૨૮૨૫૧૪૭ ઉ૫ર સંપર્ક કરવા સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.