પીજીવીસીએલ ની ધોર બેદરકારી એક તણખલાને કારણે ૧૨ ખેડૂતોને નુકસાન 

દૂર સુધી આગ ફેલાઈ : સાયકલ, ખાટલો,તેમજ ચણાનો પાક બળીને ખાખ

વિશાલ જયસ્વાલ : હળવદમા પીજીવીસીએલની લાલાયાવાડીના કારણે તાલુકાના છેવાડાના ગામ માલણીયાદમા આજે બપોરના સમયે વીજ તણખલો ખરતાં ત્રણ સીમમાં અલગ જગ્યાએ આગના બનાવ સામે આવ્યાં છે જેમાં ૧૨ જેટલા ખેડુતોને નુકશાન થયું છે અને સાયકલ,ખાટલો,વીજળીના વાયરો,ચણાનો તૈયાર થયેલો પાક તેમજ ભીંડો અને પશુઓ માટે વાવેતર કરેલો ઘાસચારાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને બપોરના સમયે તણખલાથી પ્રસરેલી આગે વિકરાળ રૂપ ધારણ કરતાં સીમમાં દોઢેક કિલોમીટર શેઢો બાળીને ખાખ કરી દીધો હતો અને ખેડૂતો દ્વારા આગ બુજાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં હતાં.

વીજળી બિલો માટે પઠાણી ઉઘરાણી કરતી પીજીવીસીએલની બેદરકારીના કારણે મોટું નુકસાન થયું છે જેમાં અવારનવાર વીજળીના કર્મચારીઓને તાર ઉંચા કરવા અને બાવળો કાપીને સાફસફાઈ કરવાની લાલીયાવાડીના કારણે આજે બપોરના સમયે ત્રણ સીમમાં વીજ વાયરનો તણખલો પડતા આગ લાગી હતી જેમાં મેરારાની સીમમાં સુરાભાઈ રૂખડભાઈ ડાભીની વાડીમાં શેઢામા આગ લાગી હતી તેમજ ખારાની સીમમાં કમલેશભાઈ ઘનશ્યામભાઈ કણઝરીયાની વાડીમાં કેબલ તેમજ સર્કીટ બળીને ખાખ થઈ જવા પામી હતી

જ્યારે વધુમાં ગડબાની સીમમાં અરવિંદભાઈ પટેલ,બળદેવભાઈ જેરામભાઈ,દેવજીભાઈ પ્રેમાભાઈ,દેવજીભાઈ ટપુભાઈ,ઉપેન્દ્રભાઈ દેવજીભાઈ,હસમુખભાઈ દેવજીભાઈ,લાલજીભાઈ દેવજીભાઈ,ઘનશ્યામભાઈ ત્રિકમભાઈ,
માધવભાઈ કરશનભાઇ,હસમુખભાઈ ટપુભાઈ સહિતના ખેડુતોની સીમમાં આવેલી જમીનમાં શેઢામા આગ લાગી ગઈ હતી તો વધુમાં ખેડુતોની વાડીએ સાયકલ, ખાટલો,તેમજ તૈયાર થયેલો ચણાનો પાક અને ભીંડાનો પાક સાથે પશુઓ માટે વાવેતર કરેલા લીલા ઘાસચારામા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.