મોરબીના બેલા (રંગપર) ગામે તિરંગા રેલીમાં શાળાના ભૂલકાઓ સાથે કલેક્ટર જોડાયા

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામ ખાતે શાળા દ્વારા યોજવામાં આવેલી તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી શાળાના ભૂલકાઓ સાથે જોડાયા હતા.

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અને કાર્યક્રમોના ભાગરૂપે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની શાળામાં શાળાના બાળકો દ્વારા ગામની શેરીઓમાં દેશભક્તિના નારાઓ સાથે તિરંગા રેલી યોજવામાં આવી હતી. આ તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી નાના  ભૂલકાઓ સાથે જોડાયા હતા અને બાળકો તેમજ ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.