ગોંડલ 3 મહિના પહેલા બોલેરો ગાડી પલટી જતા એક પરિવાર ના ૩ દર્દીઓને ઈજા થઇ હતી અને તેઓ આયુષ હોસ્પિટલ માં આવ્યા હતા જેમાં જટિલ ફ્રેકચર હતા
1) મનસુખભાઈ જેમને કાંડાનું એક હાડકું ખસી ગયું હતું અને સાથે સાથે ફ્રેકચર થયું હતું અને પગની પીંડીનું ફ્રેકચર થયું હતું તે સમયે ઓપરેશન કરીને હાડકું બેસાડવામાં આવ્યું અને આજુબાજુના લીગામેન્ટ રીપેર કરવામાં આવ્યા. આજે દર્દી ચાલીને આવ્યા અને કાંડાની એકદમ નોરમલ મુવમેન્ટ કરી શકે છે.





2) મેહુલભાઈ જેમને ખંભાના ગોળાનું જટિલ ફ્રેકચર થયું હતું. તેમાં પ્લેટ મુકીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજે દર્દી ને ખંભાની પુરેપુરી મુવમેન્ટ થાઈ છે.
3) હિતેશભાઈ જેમને ડાબા હાથના બે હાડકાનું જટિલ ફ્રેકચર અને પાયાનું ફ્રેકચર હતું. જેમાં પ્લેટ અને સળિયા મુકીને સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને આજે દર્દી પુરી રીતે હાથની મુવમેન્ટ કરે છે તેમજ સપોર્ટ વગર ચાલી શકે છે.
