નેકનામ ખાતે મહિલા કલ્યાણ દિવસ નિમિતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ

મહિલા કલ્યાણ દિવસ અન્વયે ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ દ્વારા જુદી જુદી યોજનાની અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આ યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં યોજનાકીય લાભ મેળવવા પાત્ર મહિલાઓને સ્થળ પર જરૂરી માર્ગદર્શન આપીને તેઓને સત્વરે યોજનાકીય લાભ મળી રહે તે મુજબની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી.ત્રિવેદી, નેકનામ ગામના સરપંચશ્રી કરણસિંહ જાડેજા તથા ગામના વિવિધ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.