વાંકાનેર તાલુકા પંચાયત ખાતે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા ઝાલાની અધ્યક્ષતામાં ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી વાંકાનેર તાલુકાના આશાવર્કર બહેનો સાથે કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં આશા વર્કર બહેનોને ‘મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013’ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કામકાજની જગ્યાએ મહિલાઓને કઈ રીતે આ કાયદો રક્ષણ આપે છે, ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી, અને કાયદાની રચનાનું મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું.





બહેનોને આત્મવિશ્વાસ અને આત્મસન્માનથી જીવીને સમાજમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. મહિલાઓએ કઈ રીતે પોતાના જીવનમાં કામકાજ અને ઘરેલુ જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ અને સતત દબાણ વચ્ચે પણ પોતાના મન અને શરીરને સ્વસ્થ રાખવા બાબતે માનસિક આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદી તથા મહિલા અને બાળ કચેરીનો સ્ટાફ તથા આશા વર્કર બહેનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
