મોરબી શહેરમાં જાણે વાહન ચોરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી હતી. જ્યાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ સ્થળેથી બાઈક ચોરાઈ ગયા અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે તપાસ કરી ચોરીનો ભેદ ઉકેલી રવાપર ગામ પાસેથી 7 ચોરાઉ બાઇક અને 1 રીક્ષા સાથે રીઢા ચોરની ધરપકડ કરી રૂ.૩,૪૮૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની પોલીસસૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસનો સ્ટાફ રવાપર ગામ તરફથી ધુનડા તરફ એક સી એન જી રીક્ષા આવતી હોય જે શંકસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તલાસી લેતા રીક્ષા ચાલકનું નામઠામ પુછતા પોતાનું નામ બાદશાહ ઉર્ફે ભુરો રમજાનભાઈ મહમદભાઈ શામદાર હોવાનું જણાવ્યું હતું અને પોતે મજુરી કામ કરતો હોવાની વાત જણાવી તેથી પોલીસે તેની પાસે રહેલ સી.એન.જી રીક્ષા નં.GJ-36-C-3735ના કાગળો માંગતા પોતાની પાસે કાગળો ન હોવાનું રટણ કરતા પોલીસે સી.એન.જી ના રજી.નંબર પોકેટ કોપ મોબાઇલથી સર્ચ કરી જોતા રીક્ષા અન્ય વ્યક્તીના નામે હોવાનું અને આ જ રીક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં નોંધાયેલી હોવાની વિગતો મળતા પોલીસે યુવકની આકરી પૂછપરછ કરી હતી. જેમાં યુવકે વટાણા વેરી નાંખ્યા હતા અને પોતે આ રીક્ષા સાથે અન્ય 7 બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જે આરોપી તસવીરમાં નજરે પડે છે