મોરબી જિલ્લાના આંદરણા ગામે MPHW તરીકે ફરજ બજાવતા નરેશભાઈ એમ.પરમારએ આજ રોજ તા.૨૧/૮/૨૫ ના રોજ પોતાના 30 માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સમાજ સેવા રૂપે અનોખો પ્રયાસ કર્યો.
આજના દિવસની શરૂઆત જ પોતાના ફરજ પર ના આંદરણા ગામની જરૂરીયાત મંદ ૦૨ હાઈ રિસ્ક સગર્ભા મહિલાઓને “સ્વસ્થ મા – સ્વસ્થ બાળક” અંતર્ગત લીલા શાકભાજી સાથેની પોષણ કીટ વિતરણ કરી તેઓને તંદુરસ્તી માટે જરૂરી માર્ગદર્શન આપેલ.





સાથે – સાથે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ટીબીના ૦૩ દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે રાશન કીટ આપી જેથી ટીબીના દર્દી દવાની સાથે સાથે પ્રોટીન યુક્ત ખોરાક લઈ જલદી થી સાજા થઈ શકે.
આટલું જ નહીં આ ઉપરાંત બાલ વાટીકા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ, રેન બસેરા મોરબી ખાતે નાના ભૂલકાઓ ના હાથે કેક કપાવી તથા તેઓના સર્વાંગી વિકાસ માટે બ્લોક્સ, ચેસ, ફુલ રેકેટ , કિચન સેટ તથા શૂટ બોલ જેવા રમકડા પણ આપી બાળકોના ચહેરા પર અનોખું સ્મિત લાવ્યું હતું.આ રીતે આજ ના સમગ્ર દિવસ દરમ્યાન જન્મદિવસને માત્ર ઉજવણી નહીં પરંતુ સમાજ સેવા, કરુણા અને માનવતાની ભાવના સાથે ઉજવવાનો પ્રયાસ કરી આજની યુવા પેઢી ને પણ એક સંદેશ આપવામાં આવ્યો.
આ અવસરે નરેશ પરમારે જણાવ્યું કે : “જીવનનો સાચો આનંદ લોકોની સેવા અને સહાયતા કરવાથી જ છે.જીવનની સૌથી મોટી ભેટ એ છે કે કોઈના ચહેરા પર સ્મિત લાવવું.આજના આ દિવસે આ કાર્ય કરવાનો અવસર મળ્યો એ બદલ ધન્યતા અનુભવી રહ્યો છું.
