મોરબી ABVP દ્વારા L.E પોલીટેકનિક કૉલેજ ખાતે શિક્ષકની વિધાર્થી પ્રત્યેની ગેરવર્તણૂકને લઈ 7 કલાક આંદોલન કરાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ L.E પોલીટેકનિક કૉલેજ ખાતે શિક્ષકની વિધાર્થીઓ પ્રત્યે ગેર વર્તણૂક ને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી આંદોલન કરવામાં આવ્યું.

કોલેજના પ્રોફેસર રુચિક જાની દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવો, વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે તો ઉતારી પાડવા, વિધાર્થીઓને શ્રાપ આપવા, બે બે અઠવાડિયા સુધી ક્લાસમાં લેક્ચર ન લેવા, કોલેજે એ સમયસર ન આવવું જેવા પ્રશ્નો ઉદભવ્યા હતા. અગાઉ પણ બે વર્ષ પહેલા તારીખ 27/09/25 ના રોજ આ પ્રશ્ન લઈને ABVP દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. તેનું કોઈ જ નિરાકરણ થયું ન હતું. કોલેજના અન્ય પ્રોફેસર શિલ્પાબેન રાઠોડ કે જેઓ પ્રેક્ટિકલ ઓનલાઇન મોકલી લેબ કઈ કરાવતા ન હતાં.

વિદ્યાર્થીઓના આ પ્રશ્નને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સવારે 11 કલાકથી સાંજે 5:30 સુધી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. પ્રોફેસર રુચિકભાઈ જાની સાહેબ દ્વારા રાજીનામુ આપવામાં આવે તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અંતે પ્રોફેસર રુચિકભાઈ જાની દ્વારા લેખિતમાં બદલી અંગેની બાહેંધરી આપવામાં આવી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આગામી 10 દિવસમાં કાયમી નિરાકરણ ન આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી. જેની સપૂર્ણ માહિતી કૉલેજ પ્રશાસનની રહેશે.