મોરબી : વિશ્વ ફિઝિયોથેરાપી દિવસના અવસર પર વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા મફત ચેકઅપ તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સોમવાર, તા. 8મી સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ ખાસ કેમ્પનું આયોજન સંસ્થાની બંને ઓપીડીમાં કરવામાં આવશે.
જેમાં લક્ષ્મીનગર કેમ્પસ સ્થિત ઓપીડી તેમજ આર્યાતેજ ફિઝિયોથેરાપી ક્લિનિક, પંચાસર રોડ, મોરબીનો સમાવેશ થાય છે. કેમ્પનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી રહેશે. આ કેમ્પમાં લોકોને મફત ફિઝિયોથેરાપી ચેકઅપ સાથે સારવારની સુવિધા આપવામાં આવશે. કેમ્પમાં જોડાવવા માટે પૂર્વ-નિયુક્તિ (Prior Appointment) લેવી જરૂરી છે. ઇચ્છુક લોકો 9512410099 પર સંપર્ક કરી પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે નવા સાદુકા ગામ, મોરબી નજીક મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક લોકોને નિદાન, જાગૃતિ અને સારવારનો લાભ મળશે. આ અવસર પર સંસ્થા તમામ મોરબીના નાગરિકોને તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને આ કેમ્પનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.





