16 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી ભુજથી 13 કિલોમીટર દૂર પધ્ધર ગામ નજીક કેમ્પ યોજાશે
મોરબી: મોરબીના ગ્રીનચોક આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન 16 સપ્ટેમ્બર, 2025 થી 20 સપ્ટેમ્બર, 2025 દરમિયાન કરવામાં આવશે. આ સેવા કેમ્પ ભુજથી 13 કિલોમીટર દૂર, દુધઈ રોડ પર, કંઢેરાયના પાટીયા પાસે, પધ્ધર ગામ નજીક રાખવામાં આવ્યો છે.





આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ચા-નાસ્તો, અને 24 કલાક મેડિકલ સુવિધા જેવી સગવડો પૂરી પાડવામાં આવશે. આ મંડળ છેલ્લા 23 વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યું છે, જેમાં આઠ વર્ષ વાહનો દ્વારા અને છેલ્લા 15 વર્ષથી આ સ્થાયી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
આશાપુરા મિત્ર મંડળ, ગ્રીન ચોક દ્વારા માતાના મઢ જતા તમામ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભડીયા (99130 52330), પ્રફુલભાઈ પાટડીયા (98792 71793) મનુભાઈ બરાસરા (મનુકાકા) (98791 75277), હિમાંશુ પારેખ (81609 57930), પારસ પટેલ (98981 52867) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
