મોરબી : નાની ઉંમરમાં શિક્ષણ જગતમાં નામના બનાવનાર પ્રસાદભાઈ ગોરીયાનો આજે જન્મદિવસ

શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રમુખ પ્રસાદભાઈ ગોરધનભાઈ ગોરીયાનો આજે જન્મદિવસ છે. આજે તેમણે પોતાના જીવનના 37 વર્ષ પુર્ણ કરીના 38માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

તેઓ RSSની સીમા જાગરણ મંચ-મોરબી જીલ્લાના મહામંત્રીના જવાબદારી પણ હાલ સંભાળી રહ્યા છે. શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ 2000થી શિક્ષણક્ષેત્ર કાર્ય કરી રહ્યું છે. જેમાં પ્રસાદભાઈ ગોરિયા જોડાઈ શિક્ષણક્ષેત્રે મોરબી જિલ્લામાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસની નામના સમગ્ર જિલ્લામાં કરી છે. તેઓ હાલ 21 જેટલા શૈક્ષણિક કોર્ષનું સંચાલન કરી રહ્યા છે.

આટલી નાની ઉંમરમાં શિક્ષણજગતમાં આટલી પ્રગતિ કરનાર પ્રસાદભાઈ ગોરીયાને આજે તેમના જન્મદિવસ નિમિતે સામાજીક-રાજકીય આગેવાનો, સગાં-સંબંધીઓ, બહોળા મિત્ર વતુર્ળ તરફથી તેમના મો.9428347800 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.