મોરબી નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓએ વડાપ્રધાનના જન્મદિને હૃદયસ્પર્શી પત્રો લખ્યા

મોરબીની નવયુગ B.Sc. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે હૃદયસ્પર્શી પત્રો લખી અનોખી ઉજવણી કરી

નવયુગ B.Sc. કોલેજમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિન નિમિત્તે એક વિશિષ્ટ અને ભાવનાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ દેશના પ્રધાનસેવક પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા હૃદયસ્પર્શી પત્રો લખ્યા અને તેમના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી.

વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલા પત્રોમાં મોદીના જીવન સંઘર્ષ, તેમના દેશભક્તિભર્યા નેતૃત્વ અને યુવાનોને નવી દિશા આપનાર પ્રેરણાસ્ત્રોત તરીકેના અભિગમોની પ્રસંશા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્ર્મ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન નાં પ્રમુખ પી. ડી. કાંજીયાનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.