દેવ વેટલેન્ડ ઍન્ડ સોશિયલ વેલફેર ફાઉંડેશન દ્વારા દેવ સોલ્ટ ના નજીકના ગામોમાં ગરબા રમતી ૧૫૦૦ છોકરીઓને લાણી રૂપે પાણીની બૉટલ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ વેટલેન્ડ ઍન્ડ સોશિયલ વેલફેર ફાઉંડેશન દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી ઉત્સવમાં સક્રિયપણે ભાગ લેનારી દીકરીઓને લાણી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦૦ દીકરીઓને પાણી ની બૉટલનું વિતરણ કરાયું હતું.





આ વિતરણ દરમિયાન કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટોની અને અન્ય અધિકારી ભૂપતસિંહ જાડેજા, આણદારામ બેનિવાલ, રમજાન જેડા અને સુભાષ ઝાલા હાજર રહ્યા હતા અને આનંદદાય નવરાત્રી અને સમૃધ્ધ દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી.
