મોડેલ સ્કૂલ મોટી-બરાર ખાતે માં શક્તિની આરાધનાનું ભવ્ય પર્વ એટલે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક,માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો,શિક્ષકો તેમજ ગામના વાલીઓ સહભાગી બન્યા હતા. માતાજીની આરતી બાદ શાળાના બાળકો દ્વારા ભારતીય પરંપરાગત ગાયન શૈલીથી ગરબાની શરૂઆત કરવામાં આવી.
શાળાના આ મહોત્સવમાં તમામ ખેલૈયાઓએ ગરબાની ખૂબ રમઝટ બોલાવી. ગરબાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમજ તમામ બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ. શાળાના આચાર્ય બી.એન.વિડજાના માર્ગદર્શન હેઠળ નિર્મિત આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો તેમજ શાળાના અન્ય સ્ટાફ દ્વારા સુનિયોજિત સુંદર વ્યવસ્થા તેમજ આયોજન દ્વારા માં આદ્યશક્તિના આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ.





