તા.૦૨/૧૦/૨૦૨૫ ના રોજ મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાના ડોક્ટર, શિક્ષકો તેમજ વકીલો માટે નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ડેપ્યુટી ચીફ વોર્ડન જયેશ વેગડા દ્વારા નાગરિક સંરક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં મોરબી જિલ્લામાં નાગરિક સંરક્ષણમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે પ્રયત્નશીલ રહેવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ પ્રકારની વધુ તાલીમોનું આયોજન કરવામાં આવનાર છે.





આ અવેરનેસ તાલીમમાં મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયા, ડિઝાસ્ટર મામલતદાર એ.એસ. દોશી, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દીપ પટેલ તેમજ મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓ, જિલ્લાના ડોકટરઓ, વકીલઓ અને શિક્ષકઓ જોડાયા હતાં.
