શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતનવર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહમિલન યોજાશે

પ્રતિ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે તા.૨૨-૧૦-૨૦૨૫ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે લોહાણા સમાજ ના સ્નેહ મિલન નું આયોજન કરવા માં આવેલ છે.

આ સ્નેહ મિલન માં પધારવા મોરબી લોહાણા સમાજ ના ભાઈઓ-બહેનોને શ્રી લોહાણા મહાજન-મોરબી તરફથી અનુરોધ કરાયો છે.