ગુજરાતમાં 33 જિલ્લા 249 તાલુકા સહિત ના ગામ વિસ્તારોમાં કુલ દોઢ લાખ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં સમ્રાટ ટીવી અર્પણ કરી વિદ્યાર્થીઓનું ભાવિ ધડવા અપીલ
“સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ અને શિક્ષકો દ્વારા સ્થાનિક વિસ્તારોની શાળાઓમાં ખરા અર્થમાં વિકાસ કરવો જોઈએ”
હાલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર પ્રસાર રાજકીય નેતાઓ દ્વારા ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મોંઘવારી મંદી બેરોજગારી સાથે વિવિધ પ્રશ્નો પ્રજા માટે ગંભીર ચિંતક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે ત્યારે મેડિકલ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધા અંતર્ગત સ્થાનિક રાજકીય નેતાઓ સહિત સમાજ ચિંતક દ્વારા દરેક સરકારી શાળામાં આજના આધુનિક યુગની ધ્યાને રાખી સ્માર્ટ ટીવી શાળાની સ્કૂલ માં ફાળવવા જોઈએ એ માટે સ્થાની ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ શિક્ષક આગેવાનો અને સરકારએ વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાય તેવા પ્રયાસો અંતર્ગત ગ્રાન્ટ મંજૂર કરીને વિદ્યાર્થીનું ભાવિ ઘડતર કરવા તરફ ના પ્રયાસો કરવા જોઈએ જેથી આવનાર સમયમાં શિક્ષણથી વંચિત બાળકો ના રહે અને દેશનું ભાવિ બને બાળમજૂરોની સંખ્યા ઘટે તેવા પ્રયાસો આયોજન પૂર્વક કરવો જોઈએ હાલમાં તાજેતરમાં જ હળવદમાં શિક્ષક દ્વારા ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓને સ્માર્ટ ટીવી શાળામાં અર્પણ કરી પોતાની દીકરીનો જન્મદિવસ ઉજવ્યો છે
ત્યારે લાખો કરોડોના ખર્ચા કરતી સરકાર શિક્ષણની દિશામાં પણ આગળ આવી ખરા અર્થ એ દરેક સરકારી શાળામાં શિક્ષકોની ઘટ સાથે સંપૂર્ણ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થી નું આવી બને તેવા પ્રયાસો અંતર્ગત આજના આધુનિક યુગમાં સ્માર્ટ ટીવી સાથે કોમ્પ્યુટર લેપટોપ મોબાઇલ એપ દરેક સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ પ્રાપ્ત પરિસ્થિતિને ધ્યાને રાખી પૂરું પાડવું જોઈએ સરકારી શાળા સ્કૂલોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે તે બાંધકામ માટે આવે છે પરંતુ દરેક શાળા સ્કૂલ માં બાંધકામ મજબૂત સાથે મજબૂત વિદ્યાર્થી બને તેવા પ્રયાસો આજના આધુનિક યુગમાં ઝડપી શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવા સરકારે કરવા જોઈએ
એક તરફ સરકાર મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન કરી રહી છે તો તે સિસ્ટમને વિદ્યાર્થીઓ પારખી શકે તેવા પ્રયાસો અંતર્ગત ઓનલાઈન સિસ્ટમ અંતર્ગત મેળવી શકે તે માટે સમ્રાટ ટીવી કોમ્પ્યૂટર લેપટોપ મોબાઇલ એપ વિગેરે ગુજરાત ના 33 જિલ્લા 249 તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળામાં આશરે દોઢ લાખ જેટલી સરકારી શાળામાં ફાળવવામાં આવે તો આવનાર સમયમાં ગુજરાતના કોઈ શહેર જિલ્લા કે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણથી વંચિત બાળકના રહે બેટી પઢાઓ બેટી બચાવો ના સૂત્રોચાર સાથે સાથે શિક્ષિત બનો સંગઠિત બનો એક બનો જેવા સૂત્રો ને સાર્થક કરવા માટે સરકારે સરકારી શાળામાં જે શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તાર ના સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ ના માધ્યમથી વિદ્યાર્થીનું ભાવિ ઘડતર સ્વરૂપે પ્રયાસો કરવા જોઈએ એ આજના આધુનિક યુગની લાગણી અને માંગણી છે
જે મોરબી જિલ્લાના હળવદ ખાતે શિક્ષક દ્વારા પોતાની પુત્રીના જન્મ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્માર્ટ ટીવી પર પણ શાળામાં કરવામાં આવેલ છે એવી જ રીતે દરેક શિક્ષકો જે તે વિસ્તારના આગેવાનો અગ્રણીઓ સ્થાનિક સંસ્થાના સેવકો સેવાભાવી કાર્ય કરવા ઈચ્છુક વ્યક્તિઓએ સરકારી શાળામાં મધ્યમ ગરીબ બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાથે વિકાસની દિશામાં વળાંક આપવા ભાગી થવું જોઈએ.