મોરબી સહિત અત્ર તત્ર સર્વત્ર હાલ દિપોત્સવી તહેવારનો ઉન્માદ છવાયેલો છે. બાળકો, યુવાનો યુદ્ધમાં બોંબ ફોડે એવા કાન ફાડી નાખે એવા કડાકા ભડાકા, ધડાકા સાથેના ફટાકડાઓ ફોડે છે, દિપાવલીની ઉજવણીનું લોકો ધાર્મિક કે આધ્યાત્મિક મહત્વ ભૂલીને દેખાદેખીમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી પર્યાવરણને પ્રદુષિત કરી રહ્યા છે, દિવાળી તેમજ નૂતન વર્ષની ઉજવણી ભલે નાના નાના ફટાકડા ફોડી ઘર અને શેરીઓમાં રંગબેરંગી રંગોળી દોરી, દિવા પ્રજ્વવલિત કરી એકબીજાને હળીમળીને દિવાળીના તહેવારની કરીએ એ બરાબર છે પણ હાલ કોણ વધુ ફટાકડા ફોડે એની હરીફાઈ ચાલી રહી હોય એમ દિવાળીના બે દિવસ અગાઉ અને બે દિવસ પછી એમ લગાતાર પાંચ દિવસ સુધી એમાંય દિવાળી અને નુતનવર્ષની આખી રાત એટલા બધા ભયંકર કડાકા ભડાકા સાથે ફટાકડાં ફોડવામાં આવે છે કે સમગ્ર વાતાવરણમાં ધુમાડો છવાઈ જાય છે,વૃદ્ધ લોકોને શ્વાસના દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ પડે એટલી હદે હવા ઝેરી બની ગઈ છે,સૌને દિવાળીની ઉજવણીની શ્રદ્ધા જરૂરી છે પણ એ શ્રદ્ધા અંધશ્રદ્ધા અને ઉન્માદમાં પરિણમે ત્યારે ઘણી બધી તકલીફો થતી હોય છે, એમાંય નાના બાળકોને તો ફટાકડા ખૂબ જ પ્રિય હોય છે બાળકો પણ પાંચ પાંચ હજારના ફટાકડા ફોડી નાખે છે
ત્યારે ખારા જળમાં મીઠી વીરડી સમાન એક પ્રેરણાદાયી પહેલ મોરબીના આલાપ પાર્કમાં રહેતા શિક્ષક દંપતી હિનાબેન અને સંદીપભાઈ આદ્રોજા પુત્ર પ્રિયાંસ જે શિશુમંદિરમાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે એમને છેલ્લા બે વર્ષથી ફટાકડાનો ત્યાગ કર્યો છે, પર્યાવરણ બચાવવા ખિસકોલી જેવું કામ કરવા બદલ નાના એવા પ્રિયાંશને ચોતરફથી ધન્યવાદ પ્રાપ્ત થઈ રહ્યા છે.






