હાલ બિહાર માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ છે ત્યારે સમગ્ર દેશ માં થી ભારતીય જનતા પાર્ટી નાં મહત્ત્વના હોદેદારો બિહારનાં પ્રવાસે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા તથા ગુજરાત નાં પુવઁ પ્રદેશ અધ્યક્ષ અને હાલ ભારત નાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ સહીત નાં સૈા ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ બિહાર ચુંટણી માં ક્યાંક ને ક્યાંક જવાબદારી આપવામાં આવી છે
હાલ બિહાર માં ગુજરાત પ્રદેશ ભાજપ નાં પુવઁ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા હાલ બિહાર નાં સંગઠન મહામંત્રી છે.ત્યારે મોરબી લોહાણા સમાજ નાં યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપ નાં કારોબારી સદસ્ય રુચિરભાઈ કારીયા ને પણ બિહાર વિધાનસભા ની ચૂંટણીમાં જવાબદારી મળતા હાલ રુચિર કારીયા બિહાર નાં પટના ખાતે પ્રદેશ કાર્યાલય પર બિહાર પ્રદેશ યુવા મોરચાના પદાધિકારીઓ ની સાથે સંગઠનાત્મક કાર્ય માં જવાબદારી મળી છે.






