મહેન્દ્રનગરથી બહુચરાજી માતાજી સુધીની પવિત્ર પગયાત્રાનો પ્રારંભ

મોરબીના મહેન્દ્રનગર ગામના ભક્તો દ્વારા દર વર્ષે બહુચરાજી માતાજીના મંદિર સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર યાત્રાનું સતત 17મું વર્ષ છે, જેમાં આશરે 200થી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા છે. આજથી આ યાત્રાનો પ્રારંભ થયો છે.

આ યાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારૂભાઈ કૈલા, મનજીભાઇ દેત્રોજા, પ્રાણજીવનભાઈ અને મહેન્દ્રનગર મિત્રવર્તુળ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ પદયાત્રા કરવામાં આવે છે. ભક્તિ, એકતા અને શ્રદ્ધાથી ભરેલી આ યાત્રા ગામના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે. સતત 17 વર્ષથી ચાલતી આ પરંપરાએ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામૂહિક સંકલ્પ શક્તિ, એકતા, ભાઇચારો અને સૌહાર્દનો પણ સંદેશ આપે છે. આ પદયાત્રા શ્રદ્ધા, સમર્પણ, ત્યાગ અને સામાજિક સમરસતાનું પ્રતિક બની રહી છે.