મૂળ ગાળા ગામના વતની અને હાલ ઉમાટાઉનશિપ માં રહેતા ઉઘરેજા હર્ષદભાઈ મોહનભાઇ ની દીકરી દિત્યાનો તા.5/11/25 ના રોજ ત્રીજો જન્મદિવસ હતો.
જન્મદિવસ નિમિતે પરીવારે સેવા ભારતી – ગુજરાત સંલગ્ન, ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી દ્વારા લાલબાગ ઉપનગર માં ચાલતા ત્રણ સંસ્કાર કેન્દ્ર જેમાં સ્વામી વિવેકાનંદ બાલ સંસ્કાર કેન્દ્ર, શ્રી માધવ બાલ સંસ્કાર કેન્દ્ર તથા વીરાંગના જલકારીબાઈ બાલ સંસ્કાર કેન્દ્ર ના બાળક બાલિકાઓ ને સ્ટેશનરીની કીટ, શ્રીમદ્ ભગવતગીતાજી અને હનુમાનચાલીસા ભેટ કરીને વ્હાલી દીકરી દિત્યાના જન્મદિવસ ની પ્રેરણાદાય ઉજવણી કરી હતી.






