શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ, મોરબી દ્વારા “વંદે માતરમ – 150 વર્ષ પૂર્ણ ઉજવણી કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમનો આરંભ વંદે માતરમના સંગીત સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંચાલક દ્વારા ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને કાર્યક્રમના હેતુ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં નર્સિંગ ડાયરેક્ટર શ્રી રમેશ કૈલા સાહેબે સ્વાગત ભાષણ આપ્યું હતું. ત્યારબાદ મહેમાન વક્તાએ “વંદે માતરમની ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વતા” વિષય પર પ્રેરણાદાયક ભાષણ આપ્યું હતું.

કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ, સંસ્કાર અને રાષ્ટ્રીય ગીત પ્રત્યેની લાગણી વિકસાવવાનો હતો.શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા આ કાર્યક્રમના સફળ આયોજન બદલ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.