મોરબી:તા ૧૪ ગત રોજ મોરબીમાં બેલા(રંગપર) ખાતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મંત્રીના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા સ્ટેટ હસ્તકના રૂ. ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તા ના ખાતમુહર્ત કરવામાં આવિયા હતા જેમાં ખોખરા થી બેલા રોડ જે પીપળી જેતપર રોડ ના સિરામિક ઉદ્યોગની જીવાદોરી સમાન છે એ રસ્તાના કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આ રસ્તા ના ઝડપી મજૂરી મેળવી અને કામગીરી ચાલુ કરવી એ બદલ હું મનોજ એરવાડિયા મોરબી સીરામીક ઉદ્યોગ વતી માન.મુખ્ય મંત્રી, રાજ્ય સરકાર ના વહીવટી તંત્ર તથા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા નો અંતઃ કરણ થી આભાર વ્યક્ત કરું છું






