ગુજરાત અને કેન્દ્ર ની ભાજપ સરકારે મોરબી જિલ્લા સાથે હળ હળ તો અન્યાય કરેલ છે ત્યારે મોરબી જીલ્લા કોગ્રેસ દ્વારા રદ કરેલ સરકારી મેડિકલ કોલેજને મોરબી માં ફરી ફાળવવા માટે સરકાર સામે ઘરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કરવા માં આવી રહ્યો છે ત્યારે આજે ત્રીજા દિવસે મોરબી શહેર ના વોર્ડ નંબર ૪/૫અને વકીલ મંડળ ના પૂર્વ પ્રમુખ ની આગેવાની માં વકીલો હાજર રહી ટૅકો જાહેર કરેલ સાથે માળિયાં શહેર અને તાલુકા ના આગેવાનો ઘરણા પ્રદર્શન માં ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા.
આવનાર દિવસો માં સરકાર લોકો ની માગણી ને ધ્યાન માં લઇ તાત્કાલિક મોરબી ને સરકારી મેડિકલ કોલેજ નહિ ફાળવે તો ગામે ગામ અને શહેર ની શેરી ગલી માં લોકો ને એકઠા કરી સરકાર સામે જલદ આંદોલન કરવા માં આવશે
આવતી કાલે તારીખ ૨૨/૪/૨૦૨૨ માં શુક્રવાર ના રોજ ઘરણા છાવણીમાં સરકાર ને સદ બુઘી આવે તે માટે હવન કરવા માં આવશે તો મોરબી શહેર ના લોકો ને નમ્ર વિનંતી છે કે કેન્દ્ર અને ગુજરાત ની ભાજપ સરકારે મોરબી જીલ્લા ને સરકારી મેડિકલ કોલેજ રદ કરી હળાહળ અન્યાય કરેલ છે તે માટે આપણે સૌ સાથે મળી આપણા ભવિષ્ય ને ઘ્યાને રાખી મોરબી જિલ્લા ને સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે લડત માં જોડાવવા આપ સર્વ લોકો ને મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ નિમંત્રણ પાઠવે છે.