લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લોકોને મસાલા યુક્ત ઠંડી છાશનુ વિતરણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જન સેવા એજ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરવા માટે આ કાળઝાળ ગરમીમાં દલવાડી સર્કલ પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં તથા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા એવા સામાન્ય પરિવાર ના તમામ લોકોને મસાલા યુક્ત ઠંડી છાશનુ વિતરણ કરવામાં આવ્યું રસ્તા પરના વટેમાર્ગુઓ ને પણ ઠંડક અને શાતા મળે તેવા ભાવ સાથે આ જનસેવા કાર્ય કરવામાં આવ્યું આશરે ૮૦૦ નાના મોટા લાભાર્થીઓને મસાલા યુક્ત ઠંડી છાશ આપવામાં આવી

આ સેવાકીય પ્રોજેક્ટ પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા મંત્રી તથા ઝેડ સી લા કેશુભાઈ દેત્રોજા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો જેમા પ્રોજેક્ટ ચેરમેન અને પૂર્વ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા, ખજાનચી લા ચંદુભાઈ કુંડારિયા, પુર્વ ખજાનચીઓ લા મણીલાલ જે કાવર તથા લા નાનજીભાઈ મોરડીયા સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજેશગિરિ અને ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના સભ્યો પણ હાજર હતા તેવુ પ્રોજેક્ટ ચેરમેન લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી મા જણાવવામાં આવ્યું છે


Leave a Comment