મોરબી ; મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે તાજેતરમાં DOG BITE AWARENESS PROGRAM કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સંચાલક દ્વારા ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને કાર્યક્રમના હેતુ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી.
નર્સિંગ કોલેજના ડાયરેક્ટર રમેશ કૈલાએ સ્વાગત ભાષણ આપ્યું હતું. ત્યારબાદ દરેક મહેમાનો ફેકલ્ટીસ અને સ્ટુડન્ટને DOG BITE વિશે સમજાવ્યું હતું જેમાં RISK FACTORS, કેવા પ્રકારના DOG BITE હોય તેની સેફટી માટે શું કરવું તેનું ફર્સ્ટ સ્ટેજ મેનેજમેન્ટ શું કરવું અને કઈ કઈ વેક્સિન આવે તેની સમજણ આપી . કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં DOG BITE માટે પ્રિવેન્શન કેવી રીતે કરવું? ફર્સ્ટ મેજરમેન્ટ શું હોય અને વેક્સિનેશન શિડયુલ શું હોય અને તેમની રિસ્પોન્સિબિલિટી શું હોય તે સમજાવવાનો હેતુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના તમામ વિભાગના પ્રિન્સીપાલ અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી તે બદલ સંચાલક દ્વારા તમામ સ્ટેફગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






