મોરબી: બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર દેવ ભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા ખાતે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર ક્લાસ, મેડિકલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો, શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધાને હાલ સંસ્થા દ્વારા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહયોગ આપવાનું નક્કી કરેલ છે જેમની પરીક્ષા માટેનાં ફોર્મ મોરબી ખાતેથી મળી રહેશે. જેમાં હાલ 9માં ધોરણમાં અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમનાં અનુ.જાતિ સમાજના મોરબી અને અન્ય બે જિલ્લાઓના વિદ્યાર્થીઓ તારીખ 28/02/2025 સુધી વિનામૂલ્યે ફોર્મ મેળવી જમાં કરાવી આપવાના રહેશે.
મોરબી જિલ્લાના અનુ.જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય વર્ષ-2026-27 માટેના ફોર્મ મેળવવા માટે કે.આર.ચાવડા (ડો.બાબા સાહેબ આંબેડકર સ્કૂલ રોહીદાસ પરા મોરબી-1) મો.9925801260, મહેશભાઈ ભંખોડિયા (ઓમ શ્રી સ્ટુડિઓ નોબલ કિડી સ્કૂલ પાસે ભાડીયાદ રોડ મોરબી-2) મો.9913897605, દિલીપભાઈ દલસાણીયા મો.8000827577, હળવદ માટે અનિલભાઈ સોલંકી મો.8000777895, વાંકાનેર માટે મનુભાઈ સારેસા (મહાકાળી ટેલીકોમ નવા બસ્ટેન સામે વાકાનેર) મો.9913444547, ટંકારા માટે નાગજીભાઈ ચૌહાણ મો.8141990009, માળિયા (મિં) માટે અમરશીભાઈ પરમાર (ફેશન સિલેકશન,ભગવતી કૃપા ૨ દુકાન નં છ પીપળીયા ચાર રસ્તા, માળીયા) તથા વધુ માહિતી માટે 9979891947 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






