મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઑફ મોરબીની ધમાલ ગલી એટલે કે મોરબી मस्ती Street મા ધમાલ કરવા માટે આવો છો ને ??
મોરબી મહાનગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબી मस्ती Street કાર્યક્રમનું સરદાર બાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં શેરી રમતો બાળકોથી માંડી વૃદ્ધોને રમાડવામાં આવશે, આ કાર્યક્રમમાં સર્વે મોરબી વાસીઓ વધુને વધુ ભાગ લે તેવો મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબીનો આશય છે.
શું ? આપ એક વખત સૌ ફરી બાળપણની યાદો તાજી કરવા માગો છો? તો તા.28/12/2025ને રવિવારે સવારે 7:30 કલાકે, સરદારબાગ સનાળા રોડ મોરબી ખાતે પહોંચી જજો !!
આ કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા બાળકથી માંડી વૃદ્ધો માટે બાળપણની રમતો અને યાદો તાજી કરવા માટે શેરી રમતો જેમકે લંગડી, ધમાલ્યો ધોકો, કોથળા દાવ, લીંબુ ચમચી, આંધળો પાટો, ભમરડો, જેવી અનેક શેરી રમતો રમાડવામાં આવશે! કોઈપણ જાતનો એન્ટ્રી ચાર્જ રાખવામાં આવ્યો નથી, આ તકે આપ સહુ મોરબીના રહેવાસીઓ! મોરબી मस्ती Street માં અવશ્ય મિત્ર મંડળ સાથે પધારો મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબના આયોજન ધમાલ ગલીમાં ધમાલ કરવા માટે !! કેમ ખરું ને !! આવશો ને! આપ બધા મોરબી વાસીઓ ! અમો મોરબી મહાનગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ મોરબી આપની આતુરતાપૂર્વક રવિવારે સવારે 7:30 વાગ્યે સરદારબાગ સનાળા રોડ મોરબી ખાતે રાહ જોઈ રહ્યા છીએ? હું તો જઈશ ! આપ આવો છો ને?






