હળવદ : સફાઈ કામદારોએ અન્ય કામદારો જે ભરતી થઈ તે મુજબ મૂળભૂત હેતુ થી કામ ન કરતા હોવાની ફરિયાદને લઇ ને આવેદનપત્ર

વિશાલ જયસ્વાલ : હળવદમાં થોડા સમય પહેલા નગરપાલિકા ખાતે ૧૩ જેટલા સફાઈ કામદારો ની નિમણૂક કરવામાં આવી હતી જેમાં એસસી એસટી તેમજ જનરલ ની ભરતી કરવાની હતી ત્યારબાદ ૧૩ કર્મચારી પોતાના મૂળભૂત ફરજ નું કામ ન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી , જુલાઈ 2021 થી ફરજ પર લાગેલ તે કામદારો કે જેવો ઓબીસી એસસી-એસટી તેમજ જનરલ ના હોય તેઓ પોતાની મૂળભૂત ફરજ નું કામ કરતા ન હોય તો આવા કામદારો પાસેથી મૂળભૂત ફરજનું કામ લઈ અસ્પૃશ્યતા નિવારણનું કામ કરવા અપીલ કરવામાં આવી

હળવદ નગરપાલિકા દ્વારા તેમજ સત્તાધિશો દ્વારા આવા લોકો પાસેથી મૂળભૂત કામગીરી સિવાય નું કામ લઈ અસ્પૃશ્યતા ને પ્રોત્સાહન આપવાનું કામ થઈ રહી હોવાની ફરિયાદ ભારતના બંધારણ મુજબ અનુસૂચિત જાતિના સમાજ સાથે બંધારણ વિરુદ્ધ નું કામ થઈ રહ્યા છે તેમજ જો તેઓ પાસેથી મૂળભૂત ફરજ નું કામ લેવામાં આવે તો અસ્પૃશ્યતા નિવારણ થઈ શકે અમુક ચોક્કસ સમયગાળામાં જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી