લ્યો કરો વાત હવે સ્મશાન પણ સલામત નથી

વિશાલ જયસ્વાલ : હળવદ મા ચોરી ના કેસ દિવસે ને દિવસે વધારો થતો જઈ રહ્યો છે ચોરો જાણે પોલીસ ને ખુલ્લો પડકાર આપતા હોઈ તેમ ચોરી ના બનાવો વધતા જઇ રહ્યા છે , હળવદમાં હવે તો સ્મશાન પણ સુરક્ષિત નથી, હળવદ ના સ્મશાન ખાતે આવેલ માંડલીયા રાવલ ના સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે ની ખાટલી ના બીડ ની ચોરી , બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ ના ભવાની નગર વિસ્તારમાં આવેલ સ્મશાનમાં માંડલિયા રાવલ પરિવારના સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે બનાવેલ બીડ ની ખાટલી ની જારી ના બીડ ની ચોરી

હળવદમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવમાં દિનપ્રતિદિન વધારો થતો જ રહ્યો છે પોલીસ પેટ્રોલીંગ ન કરતી હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે પોલીસ યોગ્ય પેટ્રોલિંગ કરી ચોરીના બનાવોમાં ઘટાડો કરે તેવી માંગ ઉઠવા પામી છે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે આવા બનાવોથી , હવે જોવાનું એ રહે છે કે પોલીસ ફરિયાદ નોંધી તપાસની તજવીજ હાથ ધરશે કે આમ જ ચોરીના બનાવો વધતા જશે