હળવદ :  જુગારીઓ પર દરોડો ૧૭૨૦૦ ના મુદ્દામાલ સહિત ૨ ની ધરપકડ – અન્ય ૨ ફરાર

વિશાલ જયસ્વાલ : મોરબી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જુગારની પ્રવૃતિઓ નાબૂદ કરવા માટે હળવદ પોલીસ ને મળેલ સૂચના આધારિત પેટ્રોલિંગ દરમિયાન પાકી બાતમીના આધારે હળવદ ભવાની નગર ઢોરા વિસ્તારમાં જાહેર વિસ્તારમાં ઘોડી પાસા નો પૈસાની હાર જીતનો જુગાર રમાડી રહ્યા હોવાનું માલુમ પડતાં દરોડો પાડતા કુલ રકમ 17200 સહિત ૨ આરોપી ને પકડી પાડયા હતા અન્ય ૨ આરોપી ફરાર થયા ગયા જુગાર ધારા કલમ ૧૨ મુજબ કલમ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આરોપી પ્રકાશગીરી નવલ ગિરિ ગોસાઈ ઉમ વર્ષ ૩૫ રહે ભવાની નગર , મનીષભાઈ ઠાકરશીભાઈ ઝિંઝુવાડીયા ઉમ વર્ષ ૩૬ રહે ભવાની નગર આ બને આરોપી ને પકડી પાડયા હતા તેમજ અન્ય હસુભાઈ ગણેશિયા રહે કરાચી કોલોની, અલ્તાફ મુસાભાઈ રહે ભવાની નગર આ બંને આરોપી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના મા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ બીપીનભાઈ પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગંભીરસિંહ એ ભૂમિકા ભજવી હતી અને આરોપી ને પડકી પડ્યા હતા