ટંકારાના ટોળ ગામે સરકારની યોજના અંતર્ગત ગામજનોને માહિતગાર કરાયા

ટંકારાના ટોળ ગામે ગ્રામ સભા મળી સ્થાપના દિન નિમિત્તે વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ગામજનોને માહિતગાર કરાયા

ટંકારા તાલુકાના ટોળ ગામ ખાતે તા.૨૪/૪/૨૦૨૨ના રોજ પંચાયત રાજ દિન નિમિત્તે ગામ સભા રવિવારે સવારે ૧૧ કલાકે મળી હતી જેમા સમગ્ર ગામ ના અગ્રણીઓ આગેવાનો હાજરીમાં વિવિધ રાજય સરકાર કેન્દ્ર સરકાર ની યોજના અંતર્ગત લોકો ને મહિતી આપી હતી જેમ કે હાલ મોટા ભાગ માં ઓનલાઈન સિસ્ટમ થી પી.એમ.કિશાન સન્માન નિધિ કેવાસી ની વિગતો આપી હતી જેથી ખેડૂતો ને આજ ના આધુનિક યુગ માં વિકાસ ગ્રામ્ય વિસ્તારમાં લોકો વંચિત ના રહે તેવા પ્રયાસો ગામ સંભા માં માહિતિ આપેલ તેજ હર ધર જલ સે નલ એટલે ધરે ધરે પણી જેવા સહિતના ધણા વિવિધ પ્રશ્ર્નો ની ચચા કરવા આવેલ

આ સમય દરમ્યાન સરપંચ રહીમભાઈ ગઢવાળા ની હજરી માં સમગ્ર ગામ ના આગેવાનો તેમજ સભ્યો સહિત ગામસેવક ઈરફાન બાદી તેમજ ગામજનો મોહમ્મદભાઈ બાદી (વી.સી.ઈ.), સીધાભાઈ ભરવાડ રહીશ ગઢવાળા, મોમભાઇ ભરવાડ,અમૂર્તભાઈ દલીત સમાજ અગ્રણી, પરબત પોલાભાઈ ભરવાડ વિગેરે હાજર રહ્યા હતા અને વિવિધ રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ની યોજના થી માહિત ગાર કરી પંચાયત રાજ ની સ્થાનિક લોકોની હજરીમા સ્થાપના દિન ઉજવેલ છે.