મોરબીના રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયાના નિવાસ્થાને ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે દરમિયાન ગુરુવારે દેશના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે જુદાજુદા કાર્યક્રમ યોજાયા હતા તેવી જ રીતે તેઓએ પણ રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાઆરતીનું આયોજન કર્યું હતું
જેમાં મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા કોર્પોરેટર, જીગ્નેશભાઈ કૈલા, વિવેકભાઈ ગોલતર, જ્યેશભાઈ અગેચણિયા તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ગણેશજીની આરતી, પૂજા અને દર્શનનો લાભ લીધો હતો અને ખાસ કરીને રાજ્યમંત્રી સહિતના સહુકોઈએ ગણપતિ દાદાને દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે થઈને પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ જારીયા તેમજ મોરબીના કોર્પોરેટર ભૂપતભાઇ જારીયા તથા તેઓના પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






